મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલ તા. 26 માર્ચથી સવારે 10 થી 1 તેમજ સાંજે 4 થી 8 કલાક દરમ્યાન કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પેહલા, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતેથી અબોલ પશુ-પક્ષીઓ માટે પાણી પીવા માટે વિવિધ પ્રકારના પાત્રોનું વિનામૂલ્યે વિતરણ ચાલુ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના પાત્રો જેમકે પક્ષીઓ માટે માટી ના કુંડા, નાના પશુ માટે નાની સિમેન્ટ ની કુંડી (8 લીટર અને 15 લીટર) અને મોટા પશુઓ માટે મોટી સિમેન્ટ ની કુંડી (200 લીટર)નું વિનામૂલ્યે વિતરણ કરાશે.