વતન જવા માટે એસટી બસમાં ભચાઉથી બેઠા બાદ હળવદ નજીક બસમાંથી ઉતરી ગયાને કાળ આંબી ગયોહળવદ : કચ્છના ભચાઉથી મહીસાગર જિલ્લાના ડોળી લીમડી ગામે જવા એસટી બસમાં નીકળેલ ખેત શ્રમિક યુવાન કોઈ કારણોસર હળવદ નજીક બસ ઉભી રહેતા ઉતરી ગયા બાદ બસમાં બેસવાને બદલે ચાલીને નીકળી જતા હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર ટ્રક હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના ભચાઉ તાલુકાના ગુણાતીતનગર ગામે ખેતમજૂરી કરતા મૂળ મહીસાગર જિલ્લાના વતની રાકેશભાઈ સોમાભાઇ પટેલિયા અને તેમના પત્ની મીનાબેન ગત તા.19ના રોજ ભચાઉથી વતન ડોળી લીમડી જવા માટે દાહોદ વાળી બસમાં બેસી ગયા હતા. આ બસ હળવદ પહોંચતા હાઇવે ઉપર હોટલ ખાતે ઉભી રહેતા રાકેશભાઈ બસમાંથી ઉતરી ગયા હતા અને ચાલવા લાગતા હળવદ હાઇવે ઉપર જીજે - 12 - બીઝેડ - 4409 હડફેટે ચડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ ખેત શ્રમિક એસટી બસમાં પરત નહિ બેસતા તેમના પત્ની મીનાબેને ભચાઉના ગુણાતીત નગર ખાતે રહેતા ભત્રીજાને બનાવ અંગે જાણ કરતા ભત્રીજા સહિતના સગાંવહાલાંઓએ પોલીસને જાણ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. હાલમાં હળવદ પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.