કરોડોની કિંમતની જમીનના કૌભાંડ અંગે 2015માં પોલીસ ફરિયાદ આપી હતી, પણ કોઈ જાતની કાર્યવાહી ન થઈ હોવાનો આરોપમોરબી : મોરબીમાં વજેપરનું જમીન કૌભાંડ હજુ ચર્ચાનો વિષય છે ત્યાં માધાપરમાં પણ કરોડોની જમીનનું કૌભાંડ થયાના આક્ષેપ સાથે એક અરજદાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં તેઓએ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠાવી છે. રજુઆતમાં હસમુખભાઈ વાલજીભાઈ પરમાર નામના અરજદાર દ્વારા જણાવાયુ છે કે અમારી વડીલો પાર્જીત ખેતીની કરોડોની કિંમતની જમીન માધાપર ગામના રે.સર્વે નં.૧૩૪૯ તથા ૨૦૭/૭થી આવેલ છે. એક વ્યક્તિએ મોરબી નગરપાલીકાના મરણ રજીસ્ટરમાં કૌભાંડ કરી એક જ તારીખે બે મરણ દાખલા બનાવેલ હતા. જેમાં એક નામ માવજીભાઈ ભાણાભાઈ લખેલુ અને બીજા મરણના દાખલામાં માવાભાઈ (માવજી) દેવજીભાઈ લખેલ હતું. તે મરણ દાખલા તળે ચીફ ઓફીસર તથા જવાબદાર અધીકારીની સહીઓ મેળવી મામલતદાર દફતરે બોગસ મરણ દાખલાના આધારે અમારી રે.સર્વે નં. ૧૩૪૯ તથા ૨૦૭/૭ માં વારસાઈ કરાવેલ હતી. આ બાબત અંગે ખબર પડતા અમે મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં તા.૦૬/૦૬/૨૦૧૫ ના રોજ લેખીત ફરીયાદ આપેલ હતી. તેમ છતા અમારી આ ફરીયાદ સબંધે તે વખતના તપાસનીસ જમાદારે તપાસ કરેલ હતી. પરંતુ તેણે કોઈ પગલા લીધેલ ન હતા. અમને ફરીયાદીને અવાર નવાર પોલીસ સ્ટેશન બોલાવેલ પરંતુ જવાબદાર કૌભાંડકારો સામે કોઈ કાર્યવાહી કરી નથી કે કોઈ એફ.આઈ.આર. આજ દીન સુધી ફાળેલ નથી. કોઈ દસ્તાવેજી પુરાવા કબ્જે કરેલ નથી. અમે અમારુ રેકર્ડ બે કે ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં આપેલ છે. છતા આજદીન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવેલ નથી.