હળવદ : મોરબી DDO જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડિકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જિલ્લા RCHO ડો. સંજય શાહ, THO ડો. ચિંતન દોશી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરવાડિયા, ગામના આગેવાન બાબુભાઈ, હિરેનભાઈની હાજરીમાં કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરી અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 45 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ,આયુષ મે.ઓ.પિયુષ રાવલ, TMPHS લાલજીભાઈ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.