વિવિધ કેટેગરીમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ, મ્યુઝિકલ પર્ફોમન્સીસ, સિંગિંગ તેમજ અન્ય પ્રતિભા રજૂ કરી શકાશે મોરબી : મોરબીમાં 2 એપ્રિલે ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોનું ઓડિશન યોજાનાર છે. આ ઓડિશન નેશનલ ટીવી ઉપર પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ઓડિશનમાં અનેકવિધ પ્રતિભાઓ રજૂ કરી શકાશે. SONY TV, MTV, B4U જેવી ચેનલ પર બ્રોડકાસ્ટ થતા ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો 'ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ' નું ઓડિશન તા. 2 એપ્રિલ 2025 ના રોજ સવારના 09:00થી બપોરના1:00 વાગ્યા સુધી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, રાજકોટ-મોરબી હાઇવે, વિરપર ખાતે યોજાશે. અલગ અલગ કેટેગરીમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ, અલગ અલગ કેટેગરીના મ્યુઝિકલ પર્ફોમન્સીસ, સિંગિંગ અને બાળકમાં રહેલી કોઈપણ પ્રતિભાને રજૂ કરી શકાશે. ઇચ્છુક વાલીઓએ અને બાળકોએ રજીસ્ટ્રેશન માટે. 62615 00846, 62606 83146 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.