વિદ્યાર્થીઓએ રાજકોટ ડેરી અને બાલાજી વેફર્સ કંપનીની મુલાકાત લીધીટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝનર વિઝિટ-શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વ્યવહારું જ્ઞાન મળી રહે તે હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ રાજકોટ સ્થિત રાજકોટ ડેરી- ગોપાલ ડેરીની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને ડેરીની તમામ બનાવટ વિશેની માહિતી આપવામાં આવી હતી અને દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બાલાજી વેફર્સ કંપનીની મુલાકાત લીધી હતી. જેમાં વેફર્સ બનાવવાની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી હતી. ત્યારબાદ કોસ્મોપ્લેક્સ સિનેમામાં વિદ્યાર્થીઓએ છાવા ફિલ્મ નિહાળ્યું હતું. ત્યારબાદ રાજકોટ સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સરોવરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસના સમગ્ર આયોજનમાં શાળાના શિક્ષકો માયાબેન કાવર, ભારતીબેન દેત્રોજા, રેખાબેન આરદેશણા અને કેતનભાઈ આદ્રોજાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જે બદલ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા.