મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર ઉભરાતી ગટરથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ ગયા છે. છેલ્લા 5 દિવસથી અહીં ગટર ઉભરાતા ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. આ મામલે મહાપાલિકાને અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.