15 થી 29 વયજુથ ધરાવતાં યુવક/યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશેમોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંસાલિત તા.26-3-2025ના રોજ “યુથ પાર્લામેન્ટ“ નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પાર્લામેન્ટ” અંતર્ગત 15 થી 29 વર્ષની વયજુથ ધરાવતાં મોરબી જિલ્લાના રસ ધરવતાં યુવક – યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.જેમાં (1) ભારતીય બંધારણના 75 ગૌરવ શાળી વર્ષ (2) વિકસીત ભારત @2047 (3) “વન નેશન વન ઇલેક્શન: વિકસીત ભારત માટે મોકળો માર્ગ “ આ વિષય પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમય મર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા માટે તા.26-3-2025ના રોજ સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે સવારે 11 કલાકે ભાગ લેવા હાજર રહેવાનું રહેશ. રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ ખાતે સવારે 11 થી 11:30 સુધીનો રહેશે.રજિસ્ટ્રેશન સ્થળ પર આધાર કાર્ડ તથા બેંક પાસ બુક/ચેકની નકલ અચૂક જમા કરાવવાની રહેશે. સ્પર્ધામાં વિજેતા ક્ર્માંક પ્રથમ, દ્રિતિય, તૃતીય તથા સાત આશ્વાસન પુરસ્કાર આપવવામાં આવશે. તેવુ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.