માર્કેટિંગ ગાર્ડ મોરબી ખાતે અકસ્માતે મૃત્યુ પામનારના વારસદારોને 1 - 1 લાખનો ચેક અર્પણ કરાયોમોરબી : ખેતીવાડી ઉત્પન્ન સમિતિ મોરબી એટલે કે માર્કેટીંગ ગાર્ડ મોરબી દ્વારા અકસ્માતે જે મૃત્યુ પામેલ છે તેમના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિગત અનુસાર, અકસ્માતે મૃત્યુ પામેલ લોકોના પરિવારને સહાય રૂપે રૂ. 1- 1 લાખનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ માર્કેટીંગ ગાર્ડ મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગ્યા, વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા, અને કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલ ખેડૂત ગોવિંદભાઈ જીવાભાઈ પરમાર, રમેશભાઈ બચુભાઈ ડેથરીયા, અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા, ભીમજીભાઈ પ્રેમજીભાઈ નકુમના પરિવારજનોને 1 - 1નો ચેક અર્પણ કરવામાં આવ્યો.