વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-2ના કોંગ્રેસના સભ્ય જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણે વોર્ડ નંબર-2માં રેલવે ફ ટકથી મીલ પ્લોટ ચોક સુધીનો રસ્તો બનાવવા અને ભુગર્ભ ગટરના ઢાંકણાના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મીલ પ્લોટ ફાટકથી લઈને મીલ પ્લોટ ચોક સુધીનો રોડ તાત્કાલિક બનાવવામાં આવે. મેઈન રોડ હોવાથી રેલવે ફાટક બંધ થતા ત્યાંથી નીકળતા વાહનો ઘણી સ્પીડમાં જતાં હોય છે અને રસ્તો ખરાબ હોવાના કારણે ત્યાં અકસ્માતની સંભાવના છે. તેથી આ રસ્તો નવો બનાવવામાં આવે. આ ઉપરાંત મેઈન રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં છે તેમાં નાના બાળકો પડવાની સંભાવના છે. તેથી આ ઢાંકણાનું સમારકામ કરવામાં આવે.