ચીફ ઓફિસર દ્વારા હાઈવે પાસે શહેરી રોડ બનાવવા સર્વે હાથ ધર્યોટંકારા : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા 150 થી વધુ દબાણો દૂર કરવા નોટિસો ફટકારી દીધી હતી જેમાં જાતે દબાણ હટાવવા જણાવ્યું હોય દબાણકર્તા દ્વારા છાપરા અને મંડપો દુર કરવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ વિકાસને વેગ આપવા માટે શહેરી રોડ હાઈવે હોર્ડિંગો અને નાના ફેરીયાઓ બજાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાલિકાએ સર્વે હાથ ધર્યોનું જાણવા મળ્યું છે.બીજી તરફ રહીશો દ્વારા નાસ્તા ખાણીપીણી અને અન્ય ચીજોમાં ભાવ તાલ, ચોખ્ખાઈ, ગુણવતા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી ફૂડ વિભાગ સહિતની ટીમો વાર તહેવારે ચેકીંગ કરે એવી માગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકા કક્ષાનું મથક હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. હાલ નગરપાલિકાની ભેટ મળતા આગામી દિવસોમાં ખુટતી તમામ સેવા ઉપલબ્ધ થશે તેવી આશા રહીશો સેવી રહ્યા છે.