મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 24 માર્ચ ને સોમવારના રોજ કપાસ, ઘઉં, મગફળી, જીરું, સુવાદાણા, મેથી, ધાણા, તુવેર, ચણા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 990 ક્વિન્ટલ એટલે કે 4950 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4036 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 408 ક્વિન્ટલ એટલે કે 2040 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1428 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 3234 ક્વિન્ટલ એટલે કે 16170 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 588, મગફળી (જીણી)ના 970, સુવાદાણાના 1306, મેથીના 945, ધાણાના 1280, તુવેરના 1352, ચણાના 1040, રાયના 1072 અને રાયડાના 1059 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 140 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2300 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.