મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતો આરોપી યોગેશ રાજેશભાઇ નિમાવત ઉ.20 નામના શખ્સે પોતાના ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાં રસોડામાં છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 13 બોટલ કિંમત રૂપિયા 7335 મળી આવી હતી. જો કે, આરોપી યોગેશ દરોડા સમયે હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર દર્શાવ્યો હતો.