મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જેપુર નજીક આવેલ ત્રિમંદિર ખાતે ત્રણ દિવસીય યોગ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ક્વોલીટી મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક રંગપરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તાલીમ ટીમના ડો. ધવલ રાઠોડ દ્વારા કર્મચારી અને પબ્લિકની સુખાકારીમાં વધારો થાય, પબ્લિક વધુ સારી અને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા હેતુસર આયુષ્યમાન આરોગ્ય મંદિરના 60 કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ત્રણ દિવસીય યોગ તાલીમનું ત્રિમંદિર મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા RCHO ડૉ. સંજય શાહ, DTO ડો. અજાણા, ડૉ. હાર્દીક રંગપરિયા, ડૉ. ધવલ રાઠોડ એ હાજરી આપી યોગા સેશનમાં ભાગ લઈ તાલીમાર્થીઓ ને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. યોગ ટ્રેનર ડો. પીયુષ રાવલ, દીપકભાઈ વ્યાસ અને સાજન વાઘેલાની ટીમ દ્વારા યોગની તાલીમ આપી હતી.