અજય લોરિયા દ્વારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ કરાઈ મોરબી : આજરોજ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. શહીદોના બલિદાનને યાદ કરીને આજે ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહીદ દિવસ નિમિત્તે મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ કરી પ્રતિમાને ફૂલહાર કરીને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.