વાડીમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર બાદ સારવારમાં મૃત્યુટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડીમાં દવા છાંટતી વેળાએ મધ્યપ્રદેશના વતની ખેતશ્રમિકને ઝેરી અસર થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ભયલુભા ઝાલાની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મહેશભાઈ સુબાનભાઈ મછાર ઉ.18 નામના યુવાનને ગત તા.20ના રોજ ખેતરમાં ઝેરી દવા છાંટતી વેળાએ દવાની અસર થઈ જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.