મોરબી: શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ ગ્રુપ કોલેજીસ-મોરબી દ્વારા શિક્ષકોના 'સારસ્વત સન્માન સમારોહ'નું આગામી તારીખ 30 માર્ચ ને રવિવારના રોજ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી, 8-એ નેશનલ હાઇવે, કંડલા હાઇવે, લક્ષ્મીનગર મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં નકલંક મંદિર-બગથળાના દામજી ભગત. સાસંદ પરસોત્તમભાઈ રૂપાલા, સાસંદ વિનોદભાઈ ચાવડા, આરએસએસ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો.જે.એસ.ભાડેસીયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે.સારસ્વત સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના તમામ શિક્ષકો જેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના આચાર્ય અને શિક્ષકો, અને પ્રાથમિક શાળાના આચાર્યનું સન્માન કરવામાં આવશે. વાંકાનેર, હળવદ, માળિયા, મોરબી અને ટંકારા સહિત અંદાજે 2000 શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહેશે.