અકસ્માતના પગલે થોડીવાર નવલખી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતોમોરબી : મોરબીના નવલખી રોડ પર આજે બપોરના સમયે જેપુર ગામ પાસે આવેલ ત્રિમંદીર પાસે ચાર વાહનોનો અકસ્માત થયો હતો જેના પગલે રોડ પર થોડી વાર ટ્રાફિક જામ થયો હતો.જાણવા મળતી વિગત મુજબ આજે બપોરના સમયે મોરબીથી પીપળીયા તરફ જતી એસટી બસનો પીપળીયા તરફથી આવતી કાર સાથે અકસ્માત થયો હતો, ત્યારબાદ મોરબીથી પીપળીયા જતી બીજી એસટી બસ પણ અકસ્માત થયેલ બસની પાછળ અથડાઈ હતી અને ત્યારબાદ ટ્રક આ બીજી બસ પાછળ અથડાતા ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે આ રોડ પર બને બાજુ ટ્રાફિકજામ થયો હતો અને આથી ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.