મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી મોરબીના વિશિપરામાં રહેતા આરોપી નિઝામ હબીબભાઈ મોવર નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 500 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.