મોરબી : મોરબીમાં આજે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાયોલોજીમાં કુલ 1413 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાં ટોટલ 1295 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 100 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે ગણિતના પેપરમાં ટોટલ 735 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાં 597 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 8 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 124 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.