મોરબી : મોરબીમાં દરરોજ બેફામ ચાલતા ડમ્પરોના કારણે અન્ય વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે 22 માર્ચના રોજ જાંબુડીયાથી લાલપર તરફ હાઈવે પર એક બેફામ જતાં ડમ્પરનો વીડિયો સામે આવ્યો છે. આ ડમ્પર ઓવરલોડ માટી ભરીને જઈ રહ્યું છે અને ડમ્પરમાંથી હાઈવે પર ધૂળ ઉડી રહી છે. ડમ્પરમાંથી ધૂળ ઉડતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ધૂળના કારણે અન્ય વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકાયા હતા. આવા બેફામ ચાલતા ડમ્પરચાલકો સામે તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. ત્યારે લોકોની માગ છે કે, નિયમોનો ભંગ કરીને બેફામ ચાલતા આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.