સીટી એ ડિવિઝન પોલીસે 100 લીટર દેશી દારૂ સહિત 27,100નો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર તૂટી ગયેલા પુલ નજીક દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 100 લીટર દેશી દારૂ, આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી 27,100 રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લીલાપર રોડ ઉપર તૂટેલા પુલથી આગળ વોકળાના કાંઠે દરોડો પાડી આરોપી રણજીત નાગજીભાઈ દેગામા અને આરોપી મહેન્દ્ર ગોરધનભાઇ પરમાર રહે.બન્ને લીલાપર રોડ વાળાઓને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ 100 લીટર દેશી દારૂ, આથો, ગેસના બાટલા, ચૂલા, પતરાના બેરલ સહિત કુલ રૂપિયા 27,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.