મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા તા. 23-3-2025 ને રવિવારના રોજ રાયગઢ કિલ્લા, શિવાજી મહારાજ મહાનાટક મેદાન, રવાપર ધૂનડા રોડ, મોરબી ખાતે કવિ સંમેલન, વિરરસ તથા હાસ્યરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા દેશભક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કવિ સંમેલનમાં કવિ તરીકે હર્ષિદા ત્રિવેદી, દીપક ત્રિવેદી, ડો. મુકેશ જોષી, શૈલેષ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસ હેમાણી, રાકેશ હાંસલિયા અને ડો. રામ વારોતરિયા કવિતાની પ્રસ્તુતિ કરશે.