મોરબી : ખીરઈ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ સ્વ.ભાવનાબેન સંજયભાઈ વિરડાનું અકસ્માતે અવસાન થતાં મૃતકના વારસદાર સંજયભાઈ નરસંગભાઈ વિરડાને રૂ. 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિગત અનુસાર, ખીરઈ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ સ્વ.ભાવનાબેન સંજયભાઈ વિરડાનું ગત તારીખ 31-12-2024ના રોજ અકસ્માતે અવસાન થતા રાજકોટ ડિસ્ટ્રીકટ કો-એપરેટીવ બેંક લિમિટેડ તરફથી મંડળીના ધિરાણ લેતા સભાસદોને રૂ. 10 લાખનું અકસ્માત વીમા કવચ લીધેલ હોય જે ક્લેઇમ મંજુર થતા આજરોજ ખીરઈ સેવા સહકારી મંડળી લિમિટેડની ઓફિસે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના વાઇસ ચેરમેન, કૃભકો ન્યુ દિલ્હીના ડિરેક્ટર મગનભાઈ વડાવિયા, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને એપીએમસી મોરબીના ડિરેક્ટર મનહરભાઈ બાવરવા, મંડળીના પ્રમુખ ડાયાલાલભાઈ મોરડીયા, વ્યવસ્થાપક કમિટીનાના તમામ સભ્યોની હાજરીમાં મૃતકના વારસદાર સંજયભાઈ નરસંગભાઇ વિરડાને રૂ. 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.