સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરના ખાટકી વાસ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ અને લાલપર નજીક તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂની 17 બોટલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ રોડ ઉપરથી આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી રહે.તલાવડી શેરી વાળાને વિદેશી દારૂની 15 બોટલ કિંમત રૂપિયા 8400 સાથે ઝડપી લીધો હતો. જ્યારે તાલુકા પોલીસે લાલપર નજીક આદિત્ય હોટલ પાછળથી આરોપી ઉમેશ દિનેશભાઇ સનુરા રહે.ત્રાજપર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1282 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.