મોરબી : સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા તારીખ 21-3-2025ના રોજ સાંજે 6 કલાકે ટીંબાવાડી મેલડી માના પટાંગણમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા આવનારા દિવસોમાં વેલનાથબાપુની શોભાયાત્રા, બોર્ડિંગની રચના તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. સાથે જ દિવસે ને દિવસે છોડમાંથી મોટું વટ વૃક્ષ કેમ બને એવી જ રીતે આ ટ્રસ્ટમાં સમાજના સૌ કોઈ વ્યક્તિ વધારે જોડાઈ અને સમાજને કઈ રીતે ઉપયોગી થાય એવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મિટીંગ બાદ પ્રસાદનું પણ આયોજન હતું. જેમાં સૌ સમાજ અગ્રણી તેમજ સૌ મિત્રોએ સાથે મળી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું.