વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા પેરોલ ફર્લો જંપના પાકા કામના કેદીને પકડીને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલા પાકા કામના કેદી શાહરૂખભાઈ શબ્બીરભાઈ દરજાદા/મકરાણી (રહે, 25 વારીયા વાંકાનેર) ફર્લો રજા પર બહાર આવ્યો હોય અને ફર્લો રજા પૂર્ણ થતાં જેલમાં હાજર થયો ન હોય અને ફરાર હોય વાંકાનેર સિટી પોલીસે આરોપીને ઝડપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.