ધો. 10ની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનું આયોજનમોરબી : મોરબીની જાણીતી નિર્મલ સાયન્સ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. મોરબી જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર બે વિદ્યાર્થીઓને ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ લાવનાર તેમજ NEET અને JEE માં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર શાળા એટલે નિર્મલ સાયન્સ સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.ધોરણ 11 અને 12 સાયન્સમાં વિદ્યાર્થીઓનો પાયો અત્યારથી જ મજબૂત બને તે માટે નિર્મલ્સ ફાઉન્ડેશન કોર્સ પણ શરૂ થઈ રહ્યો છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ આ ફાઉન્ડેશન કોર્સમાં જોડાઈ શકશે. તારીખ 24 માર્ચ થી 20 એપ્રિલ સુધી આ ફાઉન્ડેશન કોર્સ ચાલશે. જેમાં ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં જે ટોપીક ધોરણ 11 અને 12 સાયન્સમાં ઉપયોગી છે તેનું પુનરાવર્તન કરાવવામાં આવશે. સાથે જ આ કોર્સના માધ્યમથી વિદ્યાર્થીઓને JEE અને NEETની પરીક્ષામાં પણ ઉપયોગી થશે. આ ફાઉન્ડેશન કોર્સમાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે docs.google.com/forms/d/e/1FAIpQLScgo-aLKWZdolXlK2mrJ4K4YfX-6IbhdqkAHift-pGgxGLntQ/viewform?usp=sf_link આ લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરી શકાશે.મહત્વનું છે કે, મોરબીના રવાપર રોડ પર શિવ પાર્ક સોસાયટીમાં આવેલી નિર્મલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી વિનય ભોજાણીએ ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. તેમજ નિર્મલ વિદ્યાલય સાયન્સ વિભાગનું NEET અને JEE નું પરિણામ પણ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે.