ચારેય બાળકો અલગ અલગ જગ્યાએ રઝળતા મળી આવ્યા, પોલીસ દ્વારા વાલીની શોધખોળ હાથ ધરાઈહળવદ : ટંકારામાં નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં હળવદમાં પણ ચાર બાળકોને મૂકીને તેના માતા પિતા પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવતા ફિટકાર વરસી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આજે ચાર બાળકો અલગ અલગ જગ્યાએથી રઝળતા મળી આવ્યા હતા. લોકોએ તેની પૂછપરછ કરતા આ બાળકોએ એવું જણાવ્યું હતું કે વહેલી સવારે તેઓના માતા પિતા તેમને અહીં લઈ આવ્યા હતા અને મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે. લોકોએ બાળકોને પોલીસને સોંપ્યા છે. પોલીસે હાલ બાળકોના માતા-પિતાને શોધવા માટે તપાસનો દૌર શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.