ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર વિરપર નજીક હોટલ કમ્ફર્ટ નજીકથી ટંકારા પોલીસે આરોપી ભાવિન વિનોદભાઈ ચાવડા રહે.વિરપર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1346 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી સાહિલને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.