મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મચ્છીપીઠ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી ફારૂક અબુભાઈ દોસાણી નામના શખ્સને રોકડા રૂપિયા 600 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.