મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને 1 જાન્યુઆરી 2025 થી 20 માર્ચ 2025 સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવી હતી. જેમાંથી 99 મિલકત ધારકો દ્વારા સંપૂર્ણ ટેક્સ ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો. તેમજ ટેક્સ શાખા દ્વારા 8 પાણીના કનેક્શન તથા 34 મિલકતોને સીલ કરવામાં આવી છે.તેમજ 75 હજારથી 1 લાખ સુધીની રકમ બાકીના 114 મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે. જેમાંથી 69 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેક્સ ભરવામાં આવ્યો છે. હાલ ટેક્સ શાખા દ્વારા 50 હજારથી 75 હજારથી વોરંટની બજવણી 273 કરવામાં આવી છે. જેમાંથી 94 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેક્સ ભરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં ટેક્સ શાખા દ્વારા 10 હજારથી 50 હજાર સુધીના વોરંટ બજવણી કરવામાં વશે. જેથી બાકી વેરા તાત્કાલિક ભરી દેવા મોરબીની જાહેર જનતાને મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.