મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન. યુ. એલ. એમ. યોજનાના 6 સખી મંડળોને આઈસીઆઈસીઆઈ બેંક મારફત બેંક લિંકેજ કરવામાં આવેલ છે. જેમાં અરિસફા સખી મંડળ અને તાહીરા સખી મંડળને ₹4,00,000, રુહી સખી મંડળ, સવગુણ સખી મંડળ અને સોહા સખી મંડળને ₹5,00,000 તથા સમશીર સખી મંડળને ₹1.50 લાખ એમ કુલ 6 સખી મંડળોને રૂપિયા 24.5 લાખની આઈસીઆઈસીઆઈ બેંક મારફતે ડે. એન. યુ. એલ. એમ. યોજના થકી લોન સહાય આપવામાં આવી છે. જેના દ્વારા સખી મંડળના બહેનોની આર્થિક સ્થિતિ અને તેઓની આજીવિકામાં સુધારો થયો છે. સખી મંડળની બહેનોએ આ પ્રકારની લોન સહાયથી સંતોષ વ્યક્ત કર્યો છે.