બિનઅધિકૃત બાંધકામ સામે શુક્રવારની ડ્રાઇવ અંતર્ગત ડીમોલેશનની કાર્યવાહી મોરબી : મોરબીમાં આજે લખધીરવાસ ચોક બાદ આલાપ રોડ ઉપર પણ મહાપાલિકાનું જેસીબી ચાલ્યું છે. અહીં બે માળના નવા બંગલાના ડીમોલેશનની કામગીરી મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં 63 જેટલા નવા બની રહેલા બાંધકામો જે બિન અધિકૃત રીતે થઈ રહ્યા છે તેને મહાપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે. હવેથી દર શુક્રવારે આવા બાંધકામોનું ડીમોલેશન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા આજે લખધીરવાસ ચોક ખાતે માર્જિનની જગ્યા ન છોડીને ઉભા કરવામાં આવેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારપછી બપોર બાદ મહાપાલિકાની ટિમ દ્વારા આલાપ રોડ ઉપર આલાપ પાર્ક સોસાયટીમાં બિન અધિકૃત રીતે કરવામાં આવેલા બે માળના બંગલાના બાંધકામ ઉપર ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. મહાપાલિકાના ટીપી શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉ નગરપાલિકા દ્વારા પણ આ બિન અધિકૃત બાંધકામને નોટિસ આપવામાં આવી હતી. હવે મહાપાલિકા દ્વારા નોટિસ આપી ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.