ચોટીલાના બાળકનું ઓપરેશન કરતા પહેલા જ આચકી ઉપડી જતા મૃત્યુવાંકાનેર : વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથમાં ઇજા થવા અંગે ઓપરેશન માટે દાખલ થયેલ ચોટીલાના દેવસર ગામના બાળકનું ઓપરેશન પૂર્વે જ આચકી ઉપડી જતા મૃત્યુ નિપજતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પીએસઆઇ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.19ના રોજ ચોટીલાના દેવસર ગામે રહેતો વનરાજ ધનરાજ ઉર્ફે ધનજીભાઈ મેસરિયા ઉ.10 નામનો બાળક સ્કૂલેથી ઘેર આવતો હતો ત્યારે પડી જતા ડાબા હાથમાં ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે વાંકાનેર માર્કેટ ચોકમાં આવેલ હરિઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવતા જ્યાં વનરાજનું ઓપરેશન કરવા માટે તૈયારી શરૂ કરી ડો.સૌનીલ શાહ દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. જો કે ઓપરેશન ચાલુ થાય તે પૂર્વે જ બાળકને આચકી આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતક બાળકોના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આરોપ પણ લગાવ્યા છે. બીજી તરફ વાંકાનેર સીટી પીએસઆઇ દ્વારા સમગ્ર મામલે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.