મોરબી : આગામી તારીખ 23 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. મોરબીના શનાળા રોડ પર રામચોક ખાતે આવેલી સંદેશ ઓફિસ નીચે મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ફ્રીમાં ચકલીના માળાનું વિતરણ કરાશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા સૌને જણાવાયું છે.