મોરબી : ખાખરેચી ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલમાં મોરબી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આશરે 4 લાખના ખર્ચે હાલ બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા પહોંચ્યા હતા અને સારી ગુણવત્તાનું કામ થાય તે માટે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.