માત્ર એક દિવસ માટે નહીં પણ અહીં કાયમી ચકલી દિવસ : પરિવારે દાદીમાના ચકલી પ્રેમના વારસાને જાળવી રાખ્યો : ઘરમાં 40થી વધુ ચકલીના માળામોરબી : આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ... જો કે, ભલે આખું વિશ્વ એક દિવસ માટે ચકલી દિવસ મનાવતો હોય પરંતુ મોરબીના ઘૂંટુ ગામે રહેતા કૈલા પરિવારના ઘેર દરરોજ ચકલી દિવસ હોય છે. કૈલા પરિવારે દાદીમાં તરફથી વારસામાં મળેલ ચકલી પ્રેમ આજ સુધી જાળવીનેં રાખ્યો છે. તેમના ઘરમાં 40 થી વધુ માળા છે અને જેમાં દરરોજ સરેરાશ 100-125 ચકલીઓ આવે છે.મોરબીના ઘુંટુ ગામે રહેતા કૈલા પરિવારના સુમિતભાઈ એ જણાવ્યું હતું કે તેમના દાદીમાંને ચકલીઓ પ્રત્યે તેમજ અન્ય પશુ પંખીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પોતે જમવા બેસે ત્યારે પણ ચકલીને ભોજન આપીને જ જમતા હતા અને અનેક ચકલીઓ તેમના ઘરમાં રહેતી હતી. જ્યારે વધારે ચકલીઓ ઘરમાં થતા પંખાના હિસાબે ત્યાં રહેવાનો પ્રશ્ન આવતો હોય દાદીની સલાહથી ઘરના આંગણામાં કૈલા પરિવારે 40 થી વધુ માળા બનાવ્યા છે. જેમાં આજે પણ દરરોજ 100 થી 125 જેટલી ચકલીઓ આવે છે. ચકલીઓના કારણે સદાયે ઘરમાં રોનક રહેતી હોવાનું અને વાતાવરણ પણ રમણીય બની રહેતું હોવાનું તેમને જણાવ્યું હતું.