ટંકારા : ટંકારા પોલીસ મથકે અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ જેવી કે પ્રોહી. બૂટલેગર, એમ.સી.આર વાળા ઇસમો, એચ.એસ. તથા શરીર સબંધી, મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા લોકોને પીઆઇ કે. એમ. છાસિયાએ સ્ટેશન પર બોલાવી પૂછપરછ કરી હતી. આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક ભાષામાં કાયદામાં રહેવા અને સુધારવાની તકને ઝડપી લેવા પોલીસ દ્વારા ટકોર કરાઈ હતી. ઉપરાંત ગેરકાયદે બાંધકામ, સરકારી જગ્યાએ દબાણ, લાઈટ ચોરી,પાણી ચોરી સહિત અનેક બાબતે જાણકારી એકત્ર કરી હોવાનું જણાવાયુ છે.