મોરબી : આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીને બચાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. બાળકોને પણ ચકલી ખૂબ જ પ્રિય હોય છે ત્યારે આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુના નાગડાવાસ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે ચકલીને રક્ષણ મળી રહે તે હેતુથી ચકલીના નાના ઘર બનાવીને વિશ્વ ચકલી દિવસ ઉજવ્યો હતો.શાળાના આચાર્ય જે.એ. ધ્રાંગા, આશાબેન ગોહિલ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વેસ્ટ ખોખામાંથી ચકલીનું ઘર કેવી રીતે બનાવવું તે શીખવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાની જાતે ચકલીના ઘર બનાવ્યા હતા. આ ચકલીના ઘર શાળામાં વિવિધ જગ્યાએ લટકાવ્યા હતા જેથી આ ઘરમાં ચકલી પોતાના પરિવાર સાથે વસવાટ કરી શકે અને ચકલીનું રક્ષણ થઈ શકે. આ સાથે જ શાળાના આચાર્ય જે.એ. ધ્રાંગાએ વિદ્યાર્થીઓને ચકલી વિશે માહિતી આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી.