મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે એનસીડી દિવસની ઉજવણી કરવામાં આવશે.દર શુક્રવારે સવારે 9-30 થી 12-30 સુધી એનસીડી (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ વગેરે રોગોનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જેમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીસીપરા, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સો ઓરડી, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવડી રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર આવાસ યોજના, આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા, આયુષ્માન આરોગ્ય મંદિર ગૌશાળા, આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર, આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી, આયુષ્માન આરોગ્ય મંદિર રાજનગર, આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર ખાતે આ નિદાન તેમજ સારવાર થશે. તો 30 વર્ષથી વધુ ઉમરના દરેક વ્યકિતઓએ વર્ષમાં એકવાર નોન કોમ્યુનિકેબલ ડીસીઝ માટે તપાસ અવશ્ય કરાવવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.