હાલ નવલખી બંદરે પૂરતી ઊંડાઈ ન હોવાથી શિપને 3થી 4 કિમિ દૂર રાખીને ખાલી કરવી પડે છે : મોરબી ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને રજુઆતમોરબી : નવલખી બંદરે ૧૨ મીટર ઊંડા પાણીમાં જેટીનું નિર્માણ કરવામાં આવે તો મોરબીના ઉદ્યોગોને છેક મુંદ્રા અને કંડલા બંદર સુધીના ધક્કા બચે અને લોજીસ્ટીક ખર્ચમાં બચત થાય તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉદ્યોગો સ્પર્ધા સારી રીતે કરી શકે જેથી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજુઆત કરવામાં આવી છે. વધુમાં મુંદ્રા અને કંડલા બંદરે ડ્રેજીંગ કરીને જે કાપ કાઢવામાં આવી રહ્યો છે તે નવલખી બંદરે તણાઈને આવી રહ્યો છે જેના કારણે હાલ શિપને 3થી 4 કિમિ દૂર રાખીને ત્યાંથી માલ લોડિંગ-અનલોડીંગ કરવો પડી રહ્યો છે. આ સમસ્યા પણ રજુઆતમાં જણાવાઈ છે.રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી જીલ્લામાં એકમાત્ર નવલખી બંદર આવેલ છે. આ બંદર મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના જીલ્લાઓ માટે ઉદ્યોગ/વેપારનું હબ છે. નવલખી બંદર ઉપર સરકારશ્રી તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નવા SOPના નિયમો લાગુ કરવામાં આવેલ છે જેથી બંદર પર એક આદર્શ પરિસ્થીતિની રચના થયેલ છે. નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કાર્ગો ભારતના અન્ય રાજય જેવાકે રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીકના રાજયોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદાકારક હોય, નવલખી બંદરના વિકાસ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવી અનિવાર્ય છે.હાલ નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ક્રીક) માં ડ્રેજીંગની જરૂીરીયાત છે જો ત્યા ડ્રેજીંગ કરવામાં આવેતો જેટી પરથી કન્ટેનર બાર્જીસ / કાર્ગો બાર્જીસનુ લોડીંગ અને લોડીંગ થઈ શકે.કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીંગનો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવે છે અને નવલખી બંદરે દરિયાઈ પાણીની ઉંડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (ક્રિક) માં પુરાણ થતુ જાય છે. જેના હીસાબે શીપો હાલે ૯ થી ૧૧ મીટરના ડ્રાફટમા નવલખી ઈનર વર્કીંગ એન્કરેજ માં આવે છે જયારે અગાઉ તેજ શીપો ૧૨ થી ૧૪ મીટરના ડ્રાફ્ટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલોના પુરાણના હીસાબે લો ટાઈડમાં બાર્જીસ ગ્રાઉન્ડ થઈ જાય છે જેના હીસાબે ૨૪ કલાક બાર્જીસની મુવમેન્ટ થતી નથી. જો કંડલા પોર્ટ ના ડ્રેજીંગનો કાદવ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહી આવેતો આવતા ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શકયતા છે માટે કંડલા પોર્ટ ડ્રેજીંગનો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્ય કરવાની ખાસ જરૂરી છે.નવલખી બંદર ઉપર હાલ કોલ હેન્ડલીંગ થાય છે તે ઉપરાંત અન્ય કાર્ગો જેવા કે ફર્ટીલાઈઝર, સોલ્ટ, ફુડ ગ્રેઈન, બોકસાઈડ, કલીન્કર, ઈન્ડસ્ટ્રીયલ જીપ્સમ, તદઉપરાંત સીરામીક અને અન્ય પ્રોડકટસ માટે પોર્ટમાંજ અલગથી સ્ટોરેજ છે તેમાંથી જ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગોની આયાત નીકાસ થઈ શકે.મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ઘડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ ટેક્ષટાઈલ/કોટન વિગેરે ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટમાં ટકાવી રાખવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઉંડા દરીયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અન લોડીંગની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબીથી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્યના કન્ટેનરોની હાલ કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉદ્યોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય.