વાંકાનેર : વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર શહેરના નાગરિકો માટે નગરપાલિકાને લગતી ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન પર નાગરિકો નગરપાલિકાને લગતી સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે ફરિયાદ કરી શકશે.વાંકાનેર શહેર કોંગ્રેસ દ્વારા બહેનો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે જેમાં ફક્ત મહિલાઓ સવારે 9 થી સાંજે 6 કલાક સુધીમાં વાંકાનેર પાલિકાના સભ્ય અને શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ (મો.નં. 8347783382) અથવા નગરપાલિકાના સભ્ય અને શહેર મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ એકતાબેન ઝાલા (મો.નં. 9725546066) પર સંપર્ક કરીને ફરિયાદ જણાવી શકશે. જ્યારે જનરલ હેલ્પલાઈન સવારે 10 થી સાંજે 8 કલાક સુધી ચાલુ રહેશે. જેમાં નગરપાલિકાના સભ્ય અને વિરધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ (મો.નં. 9228562426) અથવા નગરપાલિકાના સભ્ય અશરફભાઈ ચૌહાણ (મો.નં. 9998752520) પર ફરિયાદ જણાવી શકાશે. કોંગ્રેસના સભ્યો પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા આ ફોન નંબર પર ઉપલબ્ધ રહેશે.