મોરબી : રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-1) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વિરમગામ સુધી જશે અને વિરમગામથી તેને ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ તરીકે ચલાવવામાં આવશે.2) ૨૨.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧1૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ તરીકે ચલાવવામાં આવશે.3) ૨૧.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.4) ૨૨.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.