મોરબી : સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે 500 નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના 800 નંગ પરબીયાનું વિના મૂલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં શ્રી ચિત્રા હનુમાનજી મંદિર ના પુજારીશ્રી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો. તેમ શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે.