મોરબી : મોરબી પંથકમાં જોખમી રીતે ખનીજ સહિતની વસ્તુઓ લઈ જતા ડમ્પર અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આજે મોરબી- રાજકોટ હાઇવે ઉપર એક ડમ્પર કપચી ભરીને જતું હતું. જેમાંથી હાઇવે ઉપર કપચીઓ ઢોળાતી જતી હતી. જેનાથી પાછળ આવતા ટુ-વ્હીલરના અકસ્માત સર્જાય તેવી શકયતા હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.