એક નડતરરૂપ છાપરું દૂર કરાયું : પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર 3 વેપારી અને ગંદકી કરનાર 1 દુકાનદાર સામે દંડનીય કાર્યવાહીમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે સર્કિટ હાઉસ મેઈન રોડ ઉપર સફાઈ ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં અનેક સંસ્થાઓના સહયોગથી 8 ટ્રેકટર જેટલો કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મોરબીના સર્કિટ હાઉસ મેઈન રોડ ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ રોડ વચ્ચેના બગીચા અને રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી. 50 સફાઈ કર્મીઓ 30 જેટલી સંસ્થાઓ આ કાર્યમાં જોડાયા હતા. એબીવીપી, યુવા વુમેન વિંગ સાહિતની સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો. આ સફાઈ ઝુંબેશમાં 8 ટ્રેકટર જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વેળાએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં અહીં એક નડતરરૂપ છાપરું દૂર કરાયું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર 3 વેપારીને 7 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ગંદકી કરનાર એક દુકાનદારને 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.