મોરબી : મોરબીના જુના નાગડાવાસ ગામના વતની અને હાલ ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ બાલાસરાએ GPSCની પરીક્ષા પાસ કરીને સમગ્ર મોરબી અને આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે.જુના નાગડાવાસ ગામના વતની અને હાલ મોરબી નિવાસી નિવૃત શિક્ષક ગોવિંદભાઈ આલાભાઈ બાલાસરાના પુત્ર ભરતભાઈ બાલાસરા હાલ ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે શિક્ષકની નોકરીની સાથે સાથે સખત મહેનત, હિંમત, અડગતા, સહનશીલતા, ધીરજથી GPSCની પરીક્ષા પાસ કરી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામ્યા છે. આ પરીક્ષા પાસ કરીને ભરતભાઈ બાલાસરાએ મોરબી જિલ્લાનું અને આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે.