મોરબી : મોરબીની સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓ માટે આગામી શનિવારના રોજ તા. 22-3-2025 રાત્રે 9:00 કલાકે અયોધ્યાપુરી મેન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક યોજાશે.આ બેઠકમાં રામ નવમીનો ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવાનો હોય એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય રામ જન્મ ઉત્સવ નિમિત્તે હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ આયોજનના ભાગરૂપે 22 માર્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકમાં યોગ્ય સમયે બધા જ સનાતનની હિન્દુ ભાઈઓ-બહેનોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.