65 બુટલેગર, 2 જુગારી, 93 મારામારી કરતા, 19 મિલકત સંબંધી ગુનાઓ કરનાર અને 8 માઇનિંગ તથા અન્ય ગુનાઓ કરનાર શખ્સોનો યાદીમાં સમાવેશમોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ૧૮૭ જેટલા શખ્સોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શખ્સો દ્વારા જો ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય અથવા વીજ ચોરી કરવામાં આવી રહી હોય તો તેની સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે ૧૦૦ કલાકમાં આવા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી.જેને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની કુલ-૧૮૭ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જે પૈકી બુટલેગર-૬૫, જુગારી-૦૨, વારંવાર શરીર સંબંધી ગુન્હા કરતા ઇસમો-૯૩, વારંવાર મિલ્કત સંબંધી ગુન્હા કરતા ઇસમો-૧૯, તેમજ માઇનીંગ તથા અન્ય અલગ-અલગ પ્રકારના ગુન્હા કરતા ઇસમો-૮ મળી કુલ ૧૮૭ ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.